How to use this website for maximum benefit.

આ website પર આપેલી મારી book “Oxygen for English aspirants”  કોઈ memory course book નથી.આ book લખવા અને ગોખવા માટે તેમજ મગજ માં અલગ અલગ નિયમો નો store કરવા માટે પણ નથી.આ એક work book છે.

આ book એવા લોકો માટે લખાઈ છે કે જે English માં fluently બોલવા માંગે છે.આ book એવા લોકો માટે છે કે જે English શીખવા માટે કોઈ પણ પ્રયાસ કરવા અને સમય આપવા તૈયાર છે. આ book તમારા માટે છે કારણકે તમે English ના મહત્વ ને સમજો છો.

આ book પૂરી કરતાં સુધી માં તમારા માં જે change આવશે તે અભૂતપૂર્વ હશે. આ book વાંચ્યા પછી તમે અત્યારે જેવા English માં છો એના કરતાં કંઈક વધારે improved અને advanced થવાના છો.આ book પૂરી કર્યા પછી તમે ઇંગ્લિશ માં struggle ક્યારેય નહિઁ કરો. હા,પરંતુ એક શરત છે કે તમે અહીં આપેલા દરેક page ને ધ્યાન થી વાંચો,દરેક page પર આપેલી સમજણ ને પ્રમાણિકતા અને sincerely grasp કરો. આ book તમને English માં એ fluency અપાવવા માટે છે કે જેની તમે ક્યારેક કલ્પના કરી હશે.

સાચું શિક્ષણ હંમેશા actively ભાગ લેવાથી જ શક્ય બને છે.તેથી જ આ book ફક્ત વાંચો નહીં પરંતુ,તેની જોડે વાત કરો, વારંવાર repeat કરો. ફક્ત તમારી પેન અને pencil જ નહીં,તમારા અવાજ નો પણ ઉપયોગ કરો. હું અહીં તમને fluent બનાવવાની સંપૂર્ણ જવાબદારી લેવા માટે તૈયાર છુ.આ book નો એકમાત્ર ધ્યેય લોકો ને English માં પડતી મુશ્કેલીઓ ના solution આપવાનો છે.પણ એના માટે તૈયાર તો તમારે જ થવું પડશે.

આ book ના મુખ્ય ત્રણ ભાગ છે.

  1. Theory.
  2. Structures.
  3.  Practice.

Theory: આ ભાગ માં English improve કરવા માટે ની basic tips આપવામાં આવી છે જે theory છે.Theory માં English improve કરવા માટે ના પાયાના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. તેમાં English ન આવડવા ના કારણો, અને એ કારણો ને overcome કરવા માટે ના solutions, આ book ને use કરવા માટેનું guidance, અને બીજા general points ની ચર્ચા કરવાં માં આવી છે કે જે English શિખતી વખતે ખૂબ જ મહત્વ ધરાવે છે.

Chapter 1 થી 8 theory નાં છે કે જેની સમજુતી English માં પણ છે અને same સમજુતી ગુજરાતી માં પણ  આપવામાં આવી છે.દાખલા તરીકે, ‘Chapter –1: preface’ છે જે English માં છે. અને એના પછી તરત જ  ‘Chapter -1 પ્રસ્તાવના’ છે જે English ની જ સમજુતી નું ગુજરાતી translation છે.

‘Chapter 9’ થી structures શરુ થાય છે.તમે જો ઈચ્છો તો સીધા chapter 9 થી શરૂઆત કરી શકો છો. પણ મારો તમને આગ્રહ છે કે તમે આ book વચ્ચે થી કે કોઈ એક particular ભાગ થી શરૂ કરવાને બદલે શરૂઆત થી જ શરૂ કરો કારણ કે કોઈ પણ learning નો એક પાયાનો principle હોય છે કે શરૂઆત થી અંત સુધી જવું.

Structures: આ section માં English language ના પાયાના અને ખુબ જ મહત્વ ધરાવતા structures શીખવાડવા માં આવ્યા છે.આ structure તમે તમારા રોજ બરોજ ના વ્યવહાર માં ઉપયોગ કરો છો કે જે situationally  શીખવાડવા માં આવ્યા છે જેથી સરળતા થી યાદ રહી શકે અને તમે તેમને તમારા conversation માં ઉપયોગ કરી શકો.

તમારા માટે આ એક સુખદ અને exciting અનુભવ હશે કે જ્યાં તમારું પૂરેપુરું ધ્યાન structures નો ઉપયોગ કઈ રીતે કરવો એની પાછળ આપવા કહેવામાં આવશે નહીં કે grammar ના boring નિયમો ગોખવા પાછળ.

Practice: આ section માં દરેક structure પછી અને બીજી ઘણી જ્ગ્યા પર ભરપૂર practice અને એ practice કઈ રીતે કરવી એનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યુ છે.

Book વાંચવા માટે અહી click કરો.

  • oxygenforenglish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *