Chapter 13 : May

Positive         Negative

I may              I may not

We may           We may not

You may          You may not

They may       They may not

He may           He may not

She may          She may not

It may               It may not

ઉપરના initiators ને થોડીક વાર માટે મોટે થી બોલો॰

Situation

ધારો કે તમારો કોઈ મિત્ર તમને તેના marriage માં આવવા નું આમંત્રણ આપે છે. જો તમારું તમારા મિત્ર ને ત્યાં જવાનુ નક્કી હશે તો તમે આમ કહેશો.

હું આવીશ : I will come.

અને જો જવાનુ નક્કી નહીં હોય તો તમે આમ કહેશો.

હું નહીં આવુ : I will not come.

પણ જો એવુ બને કે તમે નક્કી કરી ન શકતા હો કે તમે જશો કે નહીં. આ પરિસ્થિતી માં તમે એને શું જવાબ આપશો ?તમે નીચે પ્રમાણે નો જવાબ આપશો.

“હું કદાચ આવીશ”.

આવી ઘણી બધી situation હોય છે કે જેમાં આપણે નક્કી કરી નથી શકતા કે આપણે શું કરીશું ત્યારે આપણે  “કદાચ કરીશ” એવું કહેતા હોઈએ છીએ. જેમ કે નીચેના વાક્યો.

  • તે કદાચ પરીક્ષા આપશે.
  • અમે કદાચ સુરત જઈશું.
  • ગાર્ગી કદાચ લાઇબ્રેરિ જશે.
  • નરેશ કદાચ આવતા વરસે પરણશે.
  • શર્મા કદાચ નવો business શરૂ કરશે.
  • India કદાચ મેચ જીતશે.
  • મારા પપ્પા કદાચ નવી ગાડી ખરીદશે.
  • તે કદાચ પાસ થશે.
  • Train કદાચ મોડી આવશે.
  • તે કદાચ તેનું ઘર વેચશે
  • મીના કદાચ વહેલી ઉઠશે

ઉપરના વાક્યો પણ future ના જ છે પણ અહીં તમે sure નથી કે તમે કોઇ કામ કરશો કે નહીં.

બીજુ કે ઉપરના બધા વાક્યો માં ‘જઈશ’, ‘શરુ કરશે’, ‘match જીતશે’ ની સાથે “કદાચ” શબ્દ ગુંથાયેલો છે.

તેથી આ બધાને represent  કરે એવુ  title  “કદાચ કરીશ”  થશે.

હવે તમે structure no.1 પર જાઓ. ત્યાં situation ‘કરીશ’ એવી છે. અને આ structure માં situation “કદાચ કરીશ” એવી છે. તો આપણે structure 1 માં ફક્ત auxiliary જ બદલવાનો છે.

English માં કદાચ કરીશ = May થાય

તેથી આપણે અહીં “will” ની જગ્યા એ ફક્ત “may” જ મૂકવાનું છે.

May પછી અહીં પણ ક્રીયાપદ નુ મુળરૂપ એટલે કે V1 જ આવશે

હવે આ જ explanation ને આપણે structure માં જોઈએ.

 

I                                                       May = કદાચ કરીશ

We

You

They   +   May   +   V1   +   Extra

He

She

It

Name

હવે તમે English માં structure pattern સાથે તો familiar થઈ જ ગયા છો. તેમ છતાં એક વખત ફરી આપણે structure પેટર્ન સમજી લઈએ.

English માં કોઈ પણ નવા વાક્ય ની શરૂઆત હમેંશા subject એટ્લે કે કર્તા થી થાય છે. કર્તા એટ્લે- I, We You, They, He, She, It. આ કર્તા ના ગુજરાતી meaning તમે જાણો જ છો. કર્તા તરીકે કોઈ પણ પ્રકાર નું નામ પણ આવી શકે છે. દા.ત : Mahesh, Meena, Computer, my father, Ramesh bhai etc.

કર્તા પછી મોટા ભાગે ‘auxiliary’ હોય છે. Auxiliary નું list page. 10/11 પર આપેલું છે. Auxiliary  જ વાક્ય નો અર્થ નક્કી કરે છે. Structure 1 માંતમે auxiliary ‘Will’ અને structure 2 માં auxiliary ‘May’ શીખ્યા. આ book માંતમે one by one બધા જ auxiliary શીખવાના છો.

Auxiliary પછી 90% સંજોગો મા verbs આવે છે. Verbs વિષે ની બધી જ માહિતી page no. 22 પર આપેલી છે.

હવે,સરળતા માટે તમે આટલું યાદ રાખી શકો છો

જો તમે કોઇ પણ કામ કરવા માટે sure છો તો. ‘Will =કરીશ’ આવે

જો તમે કોઇ પણ કામ કરવા માટે sure  નથી તો “May =કદાચ કરીશ”

આ સમજણ પર થી એક બીજી વાત પણ માલૂમ પડે છે કે Auxiliary બદલવાથી મતલબ પણ બદલાઈ જાય છે. Which means: “Auxiliary changed meaning changed”

હવે તમે આ વાક્ય નું translation કરી શકશો.

“તે કદાચ પરીક્ષા આપશે.”

English language માં કોઈ પણ વાક્ય સમજવા auxiliary અને structure નું title સમજવું જરૂરી છે.

ઉપર ના વાક્ય નું title “કદાચ કરીશ “ જેવુ થાય છે. અને English માં તમે હમણા જ શીખ્યા એમ “કદાચ કરીશ” એટેલે “May”. હવે તમે structure pattern સાથે તો familiar છો જ. તેથી ઉપરના વાક્ય નું English નીચે મુજબ કરી શકાશે.

  • વાક્ય ની શરૂઆત માં કર્તા તરીકે ‘તે’ એટ્લે કે He આવશે.
  • તેનાપછી, Auxiliary તરીકે ‘May’ આવશે.
  • તેનાપછી ક્રિયાપદ તરીકે ક્રિયાપદ નું મૂળરૂપ એટ્લે કે V1 આવશે. ‘આપવું’ એટ્લે ‘give’
  • અને છેલ્લે extra તરીકે જે બચતું હોય તે આવશે.

તેથી ઉપર ના વાક્ય નું English થશે.

He may give exam = તે કદાચ પરીક્ષા આપશે.

એજ રીતે બીજું વાક્ય, “અમે કદાચ સુરત જઈશું”

આ વાક્ય માં પણ situation ‘કદાચ કરીશ’ એવી જ છે. તેથી,

  • વાક્ય ની શરૂઆત માં કર્તા તરીકે ‘અમે’ એટ્લે કે ‘We’ આવશે.
  • તેના પછી, Auxiliary તરીકે ‘May’ આવશે.
  • તેનાપછી, ક્રિયાપદ તરીકે ક્રિયાપદ નું મૂળરૂપ એટ્લેકે V1 આવશે. ‘જવું’ એટ્લે ‘go’
  • અને છેલ્લે extra તરીકે જે બચતું હોય તે આવશે.

તેથી ઉપર ના વાક્ય નું English થશે

We may go to Surat: અમે કદાચ સુરત જઈશુ.

છે ને સરળ ?

તો આ જ  રીતે બાકી ના વાક્યો ને તમારે જાતે જ English માં convert કરવા અને જવાબ page no.126 પર જોવા.

  • ____________________________________
  • ____________________________________
  • ____________________________________
  • ____________________________________
  • ____________________________________

Negative:  કોઇ પણ વાક્યનુ negative બનાવવા માટે નો નિયમ તમે જાણો છો. ફક્ત auxilary પાછળ ‘not’ મૂકવાનું છે.

તેથી જો May=  કદાચ કરીશ,તો

May not =કદાચ નહીં કરું. થશે.

Structure negative

I                                                               May not = કદાચકરીશ

We

You

They   +   may not   +   V1   +   extra

He

She

It

Name

Exercise:

તમે ઉપર જે વાક્યો ને English માં Translate કર્યા છે એ જ વાક્યો ને negative માં ફેરવો.

Structure 1  ‘Will’ ના જે વાક્યો તમે translate કર્યા છે. તેમાં will ની જગ્યા પર may મૂકો. ‘May’ મૂકવાની સાથે meaning માં જે change આવે તે લખો.

  • oxygenforenglish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *