Chapter 9 : Auxiliaries -The heart of English language.

હું આશા રાખું છું કે અત્યાર સુધીની journey માંતમને આ book સાથે કામ કરવાની મઝા આવી હશે.હવે આપણે English ભાષાનો technical part  શીખવાનાછીએ.અત્યાર સુધીમાં તમે English ને લગતા problems જે લોકો Face કરી રહ્યા છે એના વિષે જાણ્યુ અને એ problems ના શું solutions હોઇ શકે છે તેના વિષે પણ જાણ્યુ.

હવે તમે પુષ્કળ Reading,listening અને Practice કરવા માટે તૈયાર છો. કદાચ તમે  ચાલુ કરી પણ દીધુ હોય. જ્યારે તમે આ બધુ reading કે listening કરતાં હશો ત્યારે એક પ્રશ્ન તમને મુંઝવતો હશે કે ઘણા બધા વાક્યો માં સમજણ નથીપડતી.કેટલાક students ને તો કશી જ ખબર નહીં પડતી હોય.એમ છતા પણ તમારે reading અને listening continue જ રાખવાનું છે કારણકે તે ultimately (છેવટે) તમને English ની feeling આપશે.

હા પણ એક વાત એ પણ સાચી છે કે જો હું તમને ફક્ત વાંચવા નું જ કહું અને તમને એમાં કશી ખબર ન પડે તો તમે થોડાક સમય પછી bore થઈ શકો છો અને English શીખવાનું છોડી પણ શકો છો.તેથી એ ખૂબજ જરૂરી છે કે reading અને listening માં સમજણ કઈ રીતે કેળવવી એ તમને સમજાવવા માં આવે. English માં comprehension એટ્લે કે understanding લાવવા માટે આપણે હવે English ના બધા જ ટેકનીકલ પાર્ટ શીખવાના છીએ. હવે તમે તમારું focus વધારીને આ book વાંચજો.એક notebook અને pen લઈ લો કારણકે ઘણું બધુ લખવાનું થઈ શકે છે.

કોઈ પણ ભાષા ના મુખ્ય ચાર section હોય છે.

  • Listening :   સાંભળવું
  • Reading   :    વાંચવું
  • Speaking :   બોલવું
  • Writing     :    લખવું

એ જ રીતે  કોઈ પણ શિક્ષણ ના બે પાર્ટ હોય છે.

  • Examination : પરીક્ષા
  • Preparation  :  તૈયારી.

તમે કોઇ પણ field માં શિક્ષણ મેળવો તમારે ઉપરની process માં થી પસાર થવુ પડે. ભલે પછી તમે ગણીત શીખો કે computers કોઇ technical course શીખો કે management તમારે બે વાતો નુ ધ્યાન રાખવુ પડે કે તમારે પરીક્ષા કઈ પ્રકારની આપવાની છે અને એ પરીક્ષા માટે તમારે કઈ પ્રકારની તૈયારી કરવાની છે.અહીં તમારો ધ્યેય કોઈ પણ પ્રકાર ના ખચકાટ વગર fluently English બોલવું એ છે અને  જ્યારે તમે એ કરી શકશો ત્યારે તમે એટલું જ સારું લખી પણ શકશો કારણ કે તમે જે બોલો છો એ જ તમે લખી પણ શકો છો.તો એક રીતે જોવા જઈએ તો “બોલવું” અને “લખવું” એ આપણી પરીક્ષા છે. હવે પરીક્ષા આપતા પહેલા આપણે શીખવું પડશે એટલે કે તૈયારી કરવી પડશે. આ તૈયારી આપણે  ‘Reading’ અને ‘Listening’ ના માધ્યમ થી કરીશું.

English સારી રીતે બોલવા માટે તમને જે knowledge ની જરૂર છે એ તમને listening અને reading માંથી મળશે.એટલે  એમાં સમજણ ખૂબ જ જરૂરી છે.કોઈપણ reading કે listening માં સમજણ કેળવવી હોય તો એના માટે જેની સૌથી વધુ જરૂર છે તે છે  “Auxiliaries”

Now“ Auxiliaries”શું છે?

તમે  ‘Auxiliaries’ થી already વાકેફ  જ છો અને schools, colleges, અને classes માં શીખ્યા જ છો.પરંતુ અત્યાર સુધી આ“Auxiliaries” તમે ફક્ત ગોખ્યા છે. ક્યારેય તમને આ auxiliaries  ને communication  ના  angle  થી શીખવાનો chance મળ્યો નથી. એટલે જ આ“Auxiliaries” ખુબજ પ્રાથમિક અને મહત્વના હોવા છતા તમને એના અર્થ સમજવામા તકલીફ પડે છે.

“Auxiliaries”સમજવા માટે નીચે આપેલા વાક્યો વાંચો.

  • I am playing cricket.
  • We will go to school.
  • You can speak English.
  • They have come for dinner.
  • He was riding a bike.
  • She should not do it.
  • Manu must not forget that.
  • She is not listening.
  • He does not wake up early in the morning.
  • India did not win.
  • She could reach to the party in time.
  • She might accept the offer.
  • I would pick up the small ones.
  • She may not get on that.

ઉપર આપેલા વાક્યોને સમજવાનો પ્રયત્ન કરો. શું તમે ઉપરના વાક્યો સમજી શક્યા?

તમારા answers  અલગ અલગ હોઇ શકે છે. કદાચ તમે ઉપરના બધાજ વાક્યો સમજ્યા હોવ, કદાચ અમુક વાક્યો સમજ્યા હોવ.એવું પણ બને કે તમે ઉપરના વાક્યો માંથી એક પણ વાક્ય ન સમજ્યા હોવ.

તમારો જવાબ કોઈ પણ હોઈ શકે.તમે ઉપરના વાક્યોમાં કંઇ પણ સમજ્યા ના હોવ તો પણ ચિંતા કરશો નહીં કારણકે ઉપરના વાક્યો મે તમારું knowledge check કરવા માટે નહીં પણ ‘Auxiliaries’ સમજાવવા માટે મુક્યા છે. તેથી કોઈ પણ પ્રકારની ચિંતા વગર આગળ વાંચતાં રહો.

હવે ફરીથી એક વખત બધા વાક્યો વાંચો અને આ વખતે ઘાટા અને underline કરેલા શબ્દોને ધ્યાનથી જુઓ. આ શબ્દોને કોઈ page માં લખી લો. જે શબ્દો ઘાટા અને underline કરેલા છે તે “Auxiliaries” છે.

જે auxiliaries તમે લખ્યા હશે તે – “Am, will, don’t,have,should” એવા બધા શબ્દો છે જે તમે  already schools માં અને બીજી ઘણી જગ્યા પર શીખી ગયા છો. પણ દુર્ભાગ્યે તમે આ auxiliaries ને communication ના angle થી શીખવાની જગ્યાએ ગોખણપટ્ટી કરીને જ શીખ્યા છો.આ બધા auxiliaries તમને simple અને પ્રાથમિક લાગી શકે છે પરંતુ English માં વાક્યને સમજવા માટે તે ખુબજ ઉપયોગી છે.

અહીં “Auxiliaries”નું list નીચે આપ્યું છે તે જુઓ.

  • Am/is/are
  • Was/were
  • Have/has
  • Had
  • Will, would, may, might, can, could, should, must,
  • Don’t/does not/ didn’t
  • Have to/has to
  • had to
  • Need to/Needed to
  • want to/Wanted to
  • used to
  • am/is/are able to
  • was/were able to
  • am/is/are about to
  • was/were about to
  • am/is/are going to
  • was/were going to

હવે થોડીક વાર માટે આ book વાંચવાનું બંધ કરી કોઈ પણ English book વાંચો. તમે ઉપર લખેલા auxiliaries ને જે તે reading અથવા book  માં સ્પષ્ટ પણે જોઈ શકશો.આ auxiliaries આપણા English learning નું heart છે કે જેના વગર કોઈ પણ sentence સમજવું અઘરુંછે.

કોઇ પણ science ને સમજવુ  હોય તો એના સૌથી નાના unit થી શરુઆત કરવી પડે જેમ કે તમારે માનવ શરીર વિષે સમજવુ હોય તો શરીર ના સૌથી નાના unit(એકમ) ને સમજવો પડે. શરીર નો સૌથી નાનો એકમ છે કોષ. ઘણા બધા કોષો મળી ને પેષી બનતી હોય છે. આ પેષી અંગો ને બનાવે છે અને આ અંગો આપણા શરીર ને બનાવે છે.

એજ રીતે તમે કોઈ પણ article, editorial કે પછી book વાંચશો તો તમે જોશો કે તે article, editorial, book ને paragraphs એટ્લે કે ફકરા માં divide કરેલો હોય છે. આ બધા ફકરા વાક્યોના connection (જોડાણ) થી બને છે. તેથી વાક્યો એ આપણા English learning નો સૌથી  નાનો  એકમ  છે. તેથી જો આપણે દરેક વાક્યને સમજતા જઇએ તો એની મદદથી ફકરો અને ફકરા  ની મદદ થી articles, books, essays બધુ જ સમજી શકાશે.

અહીં તમારે એ વાત સૌથી પહેલા યાદ રાખવાની છે કે spoken English માં સૌથી પહેલા કોઇ પણ વાક્યની સમજણ આવશે. તમે જે પણ situation શીખો છો એને સૌથી પહેલા સમજવી પડશે. એક વખત situation સમજી લીધા પછી તમે એને speech અને writing માં ઉપયોગ કરી શકશો તેમજ reading કે listening કરતી વખતે સમજી પણ શકશો.

હવે,આ વાક્યોને સમજવા માટે તમારે  auxiliaries સમજવા જરૂરી છે.

Auxiliaries જ situation નક્કી કરે છે. જો તમારે સાચું English બોલવું છે તો auxiliary ની મદદથી જ તે શક્ય છે. જો તમારે કોઈ reading સમજવું છે કે પછી movie listen કરવું છે તો એની સમજણમાં પણ auxiliaries જ જરૂરી છે. English માં 50 જેટલા ખૂબજ મહત્વના structures શીખવાના હોય છે કે જે ઉપર ના માંથી કોઈ એક અથવા બે auxiliaries ના combination થી બને છે. આપણે આ book માં બધા જ auxiliaries ને communication ના angle થી શીખવાના છીએ. જ્યારે તમે આ બધાજ auxiliaries શીખી લેશો ત્યારે તમને આશ્ચર્ય થશે કે કઈ રીતે આ auxiliaries શીખ્યા પછી English મા સમજણ કેળવવી ખુબ જ સરળ થઈ જાય છે.

  • oxygenforenglish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *