Chapter 12 : Will

તમે જો કોઈ મકાન બનવાની પ્રક્રિયા પર નજર કરશો તો તમને માલૂમ પડશે કે મકાન બનાવવાની પ્રક્રિયા માં સૌથી અગત્ય નો પાયો હોય છે. પાયો જેટલો ઊંડો મકાન એટલું જ મજબૂત. આપણે પણ નાનપણ થી એજ સાંભળતા આવ્યા છીએ કે પાયો મજબૂત હોવો જોઇએ. English શીખવાની પ્રક્રિયામાં અત્યાર સુધી માં જે તમે શીખ્યા એ તમારો પાયો હતો જેમાં સૌથી મહત્વ નો ભાગ Verbs હતો.

હું આશા રાખું છું કે અત્યાર સુધી માં આ book સાથે વાત કરવાની,આ book સાથે કામ કરવાની અને જેટલી પણ practice મે તમને કરવા કહી છે તે practice કરવાની તમને મઝા આવી હશે. આ chapter થી આપણે technical વાતો પર ધ્યાન આપીશું અને હું તમને English ભાષા ની અલગ અલગ situation માં વપરાતા સૌથી મહત્વના structures શીખવાડીશ.

હવે આપણે one by one બધા જ important structures શીખીશું. આ બધા જ structures ‘auxiliaries’ અને  ‘verbs’ ના base પર છે. Structures શરૂ કરતાં પહેલા હું તમને ખાતરી આપવા માંગુ છું કે હવે પછી ના બધા જ structures જો તમે seriously, sincerely અને honestly કરી શક્યા તો તમારી English ભાષા માં વિચારવા ની ક્ષમતા માં અભુતપુર્વ positive changes આવશે.

આ book ના માધ્યમ થી English શીખતી વખતે દરરોજ તમે એક નવું thrill અનુભવ કરી શકશો.Thrill જે કોઈ Reading સમજી શકવાનું હશે. Thrill કે જે તમે આ book ના structure ને બીજા કોઈ reading માં જોશો અને તરત જ સમજણ પડી જવાનું હશે. Thrill કે જે તમારો અત્યાર સુધી નો ખચકાટ દૂર થયાનું હશે. Thrill કે તમે કોઇ ની સાથે વાત કરતા કરતા અચાનક તમારા મોમા થી કોઇ English વાક્ય સરી પડવાનુ હશે.Thrill જે English ભાષા માં confidence મેળવવાનું હશે.

તમે જો કોઇ adventurous movie જોઈ રહ્યા હો અને જેમ જેમ  movie આગળ વધે અને જે રીતે તમારુ Thrill વધતું જાય એજ રીતે જેમ જેમ તમે અહીં structures સમજતા જશો તેમ તેમ તમારી English ની સમજણ અને thrill બન્ને વધતા જશે અને તમને અનુભવ થશે કે English શીખવુ પણ આટ્લુ સરળ હોઇ શકે છ.

With that we start our first structure

Auxiliary:   Will

Positive        Negative

I will                I will not

We will             We will not

You will            You will not

They will          They will not

He will             He will not

She will            She will not

It will               It will not

ઉપરના initiators ને થોડીક વાર મોટેથી બોલો : Speak above initiators aloud for sometime.

Situation: તમે અત્યારે આ book વાંચી રહ્યા છો. કદાચ અડધો કલાક કે કલાક આ book વાંચશો. આ બુક વાંચવાનું પૂરું કર્યા પછી શું કરશો?

જો તમને ઉપર પ્રમાણે નો પ્રશ્ન પૂછવા માં આવે તો તમારા જવાબ શુ હશે ?
તમારા જવાબ નીચે લખો.

  • ____________________________
  • _____________________________
  • _____________________________
  • _____________________________
  • _____________________________

અહીં વાક્યો લખવાની કોઇ  limit નથી.તમે ગમે તેટલા વાક્યો લખી શકો છો.

જો આજ પ્રશ્ન મને પુછવામા આવે તો મારા જવાબ કૈંક આ પ્રકારના હશે .

  • હું બહાર જઈશ.
  • હું ચા પીશ.
  • હું જમીશ.
  • હું ક્રિકેટ રમીશ.
  • હું મારા મિત્ર ને મળીશ.

એજ રીતે, જો તમને એમ પુછવા માં આવે કે આવતી કાલે તમે શું કરશો ? તો તમારા જવાબ નીચે પ્રમાણે હશે.

  • હું કાલે વહેલો ઉઠીશ.
  • હું કાલે સ્કૂલ જઈશ.
  • હું કાલે મૂવી જોઈશ.
  • હું કાલે પ્રેક્ટિસ કરીશ
  • હું કાલે કસરત કરીશ.

અહીં તમે લખેલા અને મે આપેલા વાક્યો અલગ અલગ હોઇ શકે છે પરંતુ એ વાક્યો ની situation same જ રહે છે.

હવે, ઉપર ના દસ વાક્યો ને ધ્યાન થી જુઓ. શું તમને આ દસ વાક્યો માં કોઈ પેટર્ન દેખાય છે ? દરેક વાક્ય માંતમે જે કામ કરવા માંગો છો તે હજુ તમે કરેલું નથી એટ્લે કે વાક્ય future માં છે. એટ્લે આ structure આપણે future માટે use કરી શકીએ.

બીજુ કે,દરેક વાક્યમાં તમે-‘ફરીશ’, ‘રમીશ’, ‘જમીશ’, ‘ઉઠીશ’, ‘જોઈશ’. આ બધી વાતો કહેવા માંગો છો. આવા અલગ અલગ વાક્યોને સરળતા માટે જો એક “title” આપવા માં આવે તો એ શું હોઇ શકે?

તે title હોઇ શકે કરીશ.

અહીં “કરીશ” એ-જમીશ,રમીશ,મારીશ,જોઈશ,જીવીશ. આ બધા ને Represent કરે છે. એટલે કે આ બધા ની જગ્યાએ “કરીશ” મૂકી શકાય.

તેથી ઉપરની situation ને બે રીતે યાદ રાખી શકાય

  • કોઇ પણ કામ ભવીષ્ય માં બતાવવા માટે
  • કરીશ

આ તો થઈ situation.હવે આપણે structure દ્વારા આ જ વાત ને  English માં સમજીએ

English ભાષામાં “કરીશ” એટ્લે “will”.

તો હવે જો તમારે ઉપર ના દસ વાક્યો ને English માં convert કરવા હોય તો તમારે ફક્ત “કરીશ” એટ્લે “will”થાય એટલું જ યાદ રાખવું પડે.

તમે English ભાષા માં structure pattern તો જાણો જ છો.

Structure pattern:  “Subject +Auxiliary + verb”

Subject એટ્લે કર્તા તરીકે-  I,We,You,They,He,She,It. આવે જે તમને ખબર જ છે.

Auxiliary તરીકે “Will “આવશે. Verb તરીકે ક્રિયા પદનું પહેલું રૂપ એટ્લે કે “V1”આવશે. ( See verbs).

દા.ત : “Go   went   gone” માં ‘go’ એ ‘V1’ છે, ‘Went’ એ ‘V2’ છે. અને ‘gone’ એ ‘V3’ છે. તો હવે આ જ explanation ને આપણે structure માં જોઈએ.

 

I                                       Will =કરીશ

We

You

They   +   Will   +   V1   +   Extra

He

She

It

Name

આપણે જાણીએ છીએ કે કોઈ પણ વાક્ય નો અર્થ auxiliary દ્વારા જ નક્કી થતો હોય છે. ઉપર ના structure માં “Will “ નો અર્થ “કરીશ” થાય છે .

‘Will’ પછી ક્રિયાપદ નું મૂળરૂપ એટ્લે કે ‘V1’ આવે છે. I hope કે તમને ક્રિયાપદ નું healthy knowledge હશે અને તમે ક્રિયાપદ ની બધી જ પ્રેક્ટિસ પ્રમાણિક્તા થી કરી હશે. જો તમારો ક્રિયાપદ નો basic funda હજુ પણ કાચો હોય તો એક વખત ફરી ક્રિયાપદ તૈયાર કરી પછી જ આગળ વધો.

Extra તરીકે વાક્ય માં જે વધારા ના શબ્દો છે તે મુકાશે.

આપણે ઉપર પ્રમાણે કોઈ પણ કર્તા પસંદ કરી પછી “Will”મૂકી ત્યાર બાદ ક્રિયાપદ મૂકી વાક્ય બનાવી શકીએ છીએ.

Example 1.

I = હું

I will = હું કરીશ

I will play= હું રમીશ

I will play cricket =હું cricket રમીશ

I will play cricket tomorrow=હું આવતી કાલે cricket રમીશ

I will play cricket tomorrow with my friends.હું આવતી કાલે મારા મિત્રો જોડે cricket રમીશ.

ઉપર પ્રમાણે જો તમે ઇચ્છો તો વાક્ય ને ગમે તેટલું લાંબુ કરી શકો છો. પરંતુ તેનો central thought એક જ રહે છે.  જે “Will” પર જ આધાર રાખે છે.

Example  2.

He =તે

He will=તે કરશે

He will learn=તે ભણશે

He will learn English=તે English ભણશે.

He will learn English for his future =તે English એના ભવિષ્ય માટે ભણશે.

અહીં આપણે ‘I’ ની જગ્યા એ ‘He’ મૂક્યું છે.

હવે આપણે  ઉપર આપેલા ગુજરાતી વાક્યો ને translate કરવાનો પ્રયત્ન કરીશું.

‘હું બહાર જઈશ’

અહીં તમને structure પેટર્ન ખબર છે અને “જઈશ” પર થી ટાઇટલ તરીકે “કરીશ” લઈ શકાય એટ્લે કે “Will” નો ઉપયોગ થશે. તેથી ઉપરના વાક્ય નું English નીચે પ્રમાણે થશે.

  • વાક્ય ની શરુઆત માં કર્તા તરીકે ‘હું’ એટલે ‘I’ આવશે.
  • તેના પછી auxiliary તરીકે ‘will’ આવશે.
  • તેના પછી ક્રિયાપદ તરીકે પ્રથમ રૂપ એટલે કે ‘V1’ આવશે. અહીં ‘જવુ’ એટલે  ‘Go’
  • અને છેલ્લે extra તરીકે જે બચતુ હોય તે આવશે. અહીં ‘બહાર’ એટલે ‘outside’

તેથી ઉપરના વાક્ય નું English થશે,

I will go out side = હું બહાર જઈશ.

એ જ રીતે

  • હું ચા પીશ.

અહીં પણ  ‘ચા પીશ’ પરથી ટાઇટલ તરીકે “કરીશ” લઈ શકાય એટ્લે કે “Will” નો ઉપયોગ થશે. તેથી ઉપરના વાક્ય નું English નીચે પ્રમાણે થશે.

  • વાક્ય ની શરુઆત માં કર્તા તરીકે ‘હું’ એટલે ‘I’ આવશે.
  • તેના પછી auxiliary તરીકે ‘will’ આવશે.
  • તેના પછી ક્રિયાપદ તરીકે પ્રથમ રૂપ એટલે કે ‘V1’ આવશે. અહીં ‘ચા પીવી’ એટલે ‘take tea’
  • અને છેલ્લે extra તરીકે જે બચતુ હોય તે આવશે. અહીં extra નથી.

તેથી ઉપરના વાક્ય નું English થશે,

I will take tea = હું ચા પીશ.

આ જ રીતે બાકી ના બધા જ વકયોને Englishમાં તમારે convert કરવાના છે.

  • _____________________________________________
  • _____________________________________________
  • _____________________________________________
  • _____________________________________________
  • _____________________________________________
  • _____________________________________________
  • _____________________________________________

Types of sentences:  વાક્યના પ્રકાર

English language માં અથવા બીજી કોઈ પણ language માંવાકય ના main ચાર પ્રકાર હોય છે.

  • Positive : હકાર
  • Negative :નકાર
  • Question :પ્રશ્નાર્થ
  • Wh-question : Wh-પ્રશ્ન

Confusion વધે નહીં એટ્લે અત્યાર પુરતા આપણે positive અને negative બે પ્રકાર ને જ ધ્યાન માં લઈશું. Questions અને Wh-questions પછી થી જોઈશું.

આ structure નું નેગેટિવ બનાવવું એકદમ સરળ છે.

Rule for negative:  કોઇ પણ Auxiliary નીપાછળ “not”લગાડવું.

‘Speech initiators’ ની પ્રેક્ટિસ માં તમે already આ પ્રેક્ટિસ કરી ચૂક્યા છો. કોઈ પણ Auxiliary વાળા વાક્યનું negative કરવા માટે તેની પાછળ ફક્ત  “not” જ મૂકવાનું હોય છે.

તેથી અહીં  “Will”નું negative થશે: “Will not”

હવે જો “Will = કરીશ” હોય તો, automatically “Will not = નહિઁ કરું” એમ જ થશે.

આજ explanation ને આપણે structure માં આ રીતે લખી શકીએ.

I                                                        “Will not = નહીં કરું

We

You

They   +   Will not   +   V1   +   extra

 He

She

It

Name

હવે તમારી Exercise માટે તમે જે વાક્યો ને translate કર્યા છે તે જ વાક્યોને negative બનાવવાના છે.

  • ________________________________
  • ________________________________
  • ________________________________
  • ________________________________
  • ________________________________
  • ________________________________
  • ________________________________
  • ________________________________
  • ________________________________
  • ________________________________

 Practice:

Now, we have come to the very important section of the book.

અગાઉ તમને જણાવ્યા પ્રમાણે આ book ના ત્રણ પાર્ટ છે.

Theory, Structures and Practice: આ ત્રણેય part એક સરખું મહત્વ ધરાવે છે.પ્રેક્ટિસ સેક્શન માં દરેક structure પછી તમે અલગ અલગ પ્રકાર ની પ્રેક્ટિસ જોશો જે તમારે seriously અને honestly કરવાની છે.

Practice. 1

Speak aloud and several times – મોટે થી અને ઘણી બધી વખત બોલો

આપણે theory પાર્ટ માં શીખ્યા છીએ કે  જ્યાં સુધી આપણી tongue અને બીજા speech generating organs આપણ ને support નહીં કરે ત્યાં સુધી આપણે fluently બોલી નહીં શકીએ.અહીં તમે structure તો શીખ્યા પરંતુ એ structure ને permanently અને perfectly યાદ રાખવા માટે તમારે ઘનિષ્ઠ પ્રેક્ટિસ કરવી પડશે.

નીચે આપેલા વાક્યો ને તમારે મોટે થી અને ઘણી બધી વખત બોલવાના છે. પ્રથમ વાક્ય ને મોટે થી ત્રણ થી પાંચ વખત બોલો. પછી બીજું વાક્ય મોટે થી ત્રણ થી પાંચ વખત બોલો. પછી ત્રીજું, ચોથું અને એ જ રીતે બધા જ વાક્યો ને મોટે થી પાંચ વખત બોલવાના છે.

જ્યારે તમે aloud practice કરી રહ્યા છો ત્યારે ફક્ત તમારી tongue ના muscles ને train કરવા પાછળ જ ધ્યાન કેન્દ્રિત કરો. એ વાક્ય નો શું મતલબ છે એના પર ધ્યાન કેન્દ્રિત ના કરો. એક વાર બધા sentences ની પ્રેક્ટિસ થઈ ગયા પછી તમે એના મતલબ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો .

So, here we go with the practice.Speak each sentence aloud and several times.

  • I will try a different approach.
  • I will tell the story
  • I won’t tell the story.
  • I will tell them to come back.
  • We will teach you to become invisible
  • You will get your work done.
  • They will ride the bicycle.
  • He will remain the captain of the college team.
  • She will not go for it
  • It will transform you life.
  • I will not be there.
  • It will not be fine.
  • Mr. Sharma will lead the party.
  • They will never guess the answer.
  • We will help you with the work
  • They will try a different approach.
  • They will use the camera.
  • They will go to Baroda next week.
  • It will make you look smart.
  • You will find the books in the drawer.
  • I will just finish the
  • We will meet you at the entrance.
  • I will not mention it again.
  • You will never guess the answer.
  • They will call you next week.
  • She will take care of you.
  • He will try to come back.
  • We will offer them some food.
  • It will stop the train.
  • He will keep that in mind.

Practice 2.

આ સેક્શન માં તમારે word પાવર એટ્લે કે શબ્દો ના knowledge પર ભાર મૂકવાનો છે. Vocabulary માટે એક સામાન્ય ગેર સમજ એ છે કે vocabulary એટ્લે ઘણા બધા શબ્દો ગોખવા.

આ માન્યતા સાવ ખોટી છે. ફક્ત શબ્દો ગોખી લેવાથી fluency નથી આવી શકતી આપણે words  ને ઉપયોગ માં લેતા શીખવાના છે. અહીં હું તમને દરેક structure પછી થોડાક શબ્દો નું લિસ્ટ આપીશ કે જે વ્યવહાર માં ખૂબ જ ઉપયોગી છે. તમારે એ શબ્દો નીચે મુજબ શીખવાના છે.

  • સૌથી પ્રથમ આ શબ્દો ને થોડાક સમય માટે મોટે થી બોલવાના છે.
  • પછી આ શબ્દો ને dictionary માં જોવાના છે.
  • Dictionary માં જોતી વખતે તમારે ફક્ત એ શબ્દ સાથે થોડોક time spend કરવાનો છે. એ શબ્દ ને યાદ રાખવાનો કે ગોખવાનો પ્રયાસ કરવાનો નથી. જસ્ટ થોડોક સમય આ શબ્દો સાથે પાસ કરો.

આ section માં આપણે  ખૂબ જ મહત્વ ના part ‘preposition’ ની સમજ લઈ  ને તેનું list પણ જોઇશુ .

Preposition: preposition એટ્લે એવો શબ્દ કે જે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ક્યાં છે તે બતાવે .

For example, in =અંદર, out =બહાર,On =ઉપર,Under =નીચે.

હવે હું અહી તમને આવા શબ્દો નું લિસ્ટ આપું છુ. Use your dictionary to find the meaning of these words. અહીં મે આ preposition નો એક અર્થ આપ્યો છે. પરંતુ એના બીજા અર્થ પણ હોય છે તેથી એક વખત તમારે dictionary માં પણ આ preposition ના અર્થ જોવા.

About  ના વિશે Inside અંદર ની બાજુએ
Above ઉપર Instead of  નાં બદલે
Across  ની વચે Into  અંદર
After  પછી In અંદર
Against  ની વિરોધ માં Near  નજીક
Ahead  આગળ Of  નો/ની/નું/નાં
Along  ની સાથે સાથે Without  ની વગર
Among  બધાની વચે On ઉપર
Around  ની ફરતે In Front of  ની સામે
At  એ જગ્યા પર With  ની સાથે
Before  પહેલા Out બહાર
Behind  પાછળ From થી
Below  નીચે Outside  બહાર ની બાજુએ
Beneath  નીચે Over ઉપર
Beside  બાજુમાં Past  વીતી ગયેલું
Besides  ઉપરાંત Since  ત્યારથી
Between  ની વચ્ચે Through  આરપાર
By  બાજુમાં To  ની તરફ
Down  નીચે Towards ની તરફ
During  તે દરમિયાન Under  નીચે
Except એના સિવાય Until જ્યાં સુધી
For ના માટે Upon ઉપર
Since ત્યારથી Up ઉપર

 

Practice 3

Reading:  Reading ના મહત્વ વિષે ઘણી બધી ચર્ચા already થઈ ચૂકી છે એટ્લે આપણે અહીં વધુ ચર્ચા નહીં કરીએ.અહીં ફક્ત તમારે reading કરતી વખતે કયી વાતોનું ધ્યાન રાખવું એટ્લી ચર્ચા જ કરીશું.

Reading  કરતી વખતે ધ્યાનમાં લેવાની બાબતો.

  1. ઓછા માં ઓછું 10 pages નું રીડિંગ કરવું. તમને ગમતી કોઈ પણ English book તમે વાંચી શકો છો. ‘Importance of reading’ માં recommendations આપેલાછે.”
  2. તમે structure 1 માં ‘will’ શીખ્યા છો. Reading  માં કોઈ પણ જગ્યાએ તમને will દેખાય તો એ વાક્ય નો અર્થ નીકાળવા નો પ્રયત્ન કરવો. જો તમને will નું title એટ્લે કે મતલબ યાદ હોય તો direct. નહીં તો આ બૂક ના structure સાથે સરખાવી ને મતલબ કાઢવા પ્રયત્ન કરવો.
  3. ધારોકે તમને will નું એક પણ વાક્ય નથી મળતું. એવા સંજોગો માં પણ વાંચવું તો જરૂરી છે જ. બીજા structures માં તમને જો સમજણ ન પડે તો words પર concentrate કરો.
  4. તમને જે words માં interest પડે તે અલગ થી લખી લો,પછી એને dictionary માં જુઓ. મતલબ જુઓ,Examples જુઓ અને આગળ વધો કશું પણ ગોખવા નો કે યાદ રાખવાનો પ્રયત્ન ન કરો. બસ આ પ્રકાર ની પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખો.

Practice 4 :  Listening: Reading ની જેમ જ listening માટે પણ practice કરો.

  • oxygenforenglish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *