Chapter 10 : Structure pattern in English.

Chapter 9 : Auxiliaries -The heart of English language માં તમને જે  વાક્યો  આપ્યા હતા એ અહીં ફરીથી આપ્યા છે તે વાંચો.

  • I am playing cricket.
  • We will go to school.
  • You can speak English.
  • They have come for dinner.
  • He was riding a bike.
  • She should not do it.
  • Manu must not forget that.
  • She is not listening.
  • He does not wake up early in the morning.
  • India did not win.
  • She could reach to the party in time.
  • She might accept the offer.
  • I would pick up the small ones.
  • She may not get on that.

કોઇ પણ ભાષા શીખવા માટે નું સૌ પ્રથમ અને અગત્યનું step એ છે કે આપણે એ ભાષા કઈ  રીતે લખાય અને બોલાય છે એ સમજીએ. English ભાષા શીખતી વખતે પણ આ વાત યાદ રાખવી જરૂરી છે. સામાન્ય રીતે આપણે જે રીતે ગુજરાતી બોલીએ અથવા લખીએ છીએ એજ રીતે આપણે English પણ બોલવા અને લખવા પ્રયત્ન કરીએ છીએ.પણ અહીં આપણે એ યાદ રાખવુ જરૂરી છે કે દરેક ભાષા માં structure pattern અલગ હોય છે.English ભાષા માં પણ તેના આગવા structures અને pattern છે. તેથી જે રીતે આપણે ગુજરાતી ભાષા બોલી એ છીએ તે જ રીતે English ભાષા બોલી કે લખી શકાય નહીં.English ભાષા બોલવા,લખવા અને સમજવા માટે આપણે English ની જ structure pattern સમજવી પડે.

આપણે chapter 9  auxiliaries વિષે ચર્ચા કરી.હવે તમને ખ્યાલ છે કે  auxiliaries એ English સમજવા માટે ખુબ જ અગત્યના છે. હવે ઉપર આપેલા વાક્યો ની મદદ થી આપણે  English માં structure pattern સમજીશુ. તમે જાણો જ છો કે કોઇ પણ paragraph  ને sentences માં divide કરેલા હોય  છે. તેથી જો આપણે sentences ને સમજી શકીએ તો paragraph સમજાઈ શકે અને છેલ્લે article કે story સમજી શકાય..

English માં કોઈપણ નવું વાક્ય નીચે પ્રમાણે ના simple words થી શરૂ થાય છે – I,WE, YOU, THEY, HE,SHE,IT. આ શબ્દો simple જ છે અને એના અર્થ તમને ખબર જ હશે. કદાચ જો તમે ના જાણતા હોવ તો તેના અર્થ અહીં નીચે આપેલા છે.

  • I :   હું
  • We :   અમે
  • You :  તું અથવા તમે
  • They :   તેઓ
  • He :   તે –  છોકરા માટે
  • She :   તે – છોકરી માટે
  • It :   તે –  વસ્તુ માટે

ઉપરના શબ્દોને English માં subject  અને ગુજરાતી માં કર્તા કહે છે. English માં કોઈ પણ નવા વાક્ય ની શરૂઆત ઉપર ના શબ્દો થી જ થાય છે.

આ કર્તા પછી ના જે શબ્દો છે તેને આપણે “auxiliaries” તરીકે ઓળખી એ છીએ એ તમે already જાણો છો. દા.ત ‘Will’, ‘Can’, ‘Was’,’ have’ વગેરે. મોટા ભાગે, in fact  90%  કરતાં પણ વધારે situation માં કર્તા પછી “auxiliaries” જ હોય છે જે વાક્ય નો મતલબ નક્કી કરે છે. તમારે કોઈ reading સમજવું છે કે પછી સાચી રીતે English બોલવું છે તો તમારે Auxiliaries પર પ્રભુત્વ મેળવવું ખૂબ જ જરૂરી છે.

આ કર્તા અને “auxiliaries” ને જોડી ને એક pattern બને છે જેને અહીં આપણે ‘Initiators’ કહીએ છીએ.

To- initiate, એટલે શરૂઆત કરવી.આ initiators તમને speech શરૂ કરવા માટે મદદ કરશે. કોઈ પણ વાક્ય ની શરૂઆત આવા speech initiators થી જ થતી હોય છે.

નીચેના ઉદાહરણ જુઓ

I will…

We can…

He is…

You had…

They were…

She could…

આ initiators આમ તમને ખૂબ જ પ્રાથમિક લાગી શકે છે પણ જ્યારે આપણે બોલવા જઈએ છીએ ત્યારે most advanced learners પણ તેને fluently બોલી શકતા નથી એટલેજ આ initiators તમારી English ની fluency માટે ખુબ જ જરૂરી છે.

આ initiators આપણે નીચે મુજબ બનાવી શકીએ છીએ.

Suppose કે આપણે ‘Will’ auxiliary ના speech initiators બનાવવા હોય તો નીચે મુજબ બની શકે છે.

  • I will
  • We will
  • You will
  • They will
  • He will
  • She will
  • It will

ઉપરના initiators positive વાક્યો માટે ના છે.આ positive વાક્યો ના negative બનાવવા એકદમ સરળ છે.તમારે ફક્ત auxiliary ની પાછ્ળ –not લગાવવાનુ છે.

  • Will

Positive                 Negative

I will                         I will not

We will                     We will not

You will                    You will not

They will                  They will not

He will                       He will not

She will                     She will not

It will                          It will not

એજ રીતે બાકીના બધા જ auxiliaries ના initiators નું list નીચે પ્રમાણે થશે.

  • May

Positive                       Negative

I may                          I may not

We may                     we may not

You may                    you may not

They may                 they may not

He may                     He may not

She may                   She may not

It may                        It may not

  • Might

Positive                     Negative

I might                       I might not

We might                   we may not

You might                  you might  not

They might               they may not

He might                    He might not

She might                  She might not

It might                       It might not

  • Would

Positive                          Negative

I would                              I would not

We would                          We would not

You would                         You would not

They would                       They would not

He would                            He would not

She would                          She would not

It would                               It would  not

  • Can

Positive                        Negative

I Can                                 I can not

We can                             We can not

You can                            You can not

They can                          They can not

He can                               He can not

She can                             She can not

It can                                   It can  not

  • Could

Positive                         Negative

I could                               I could not

We could                          We could not

You could                          You could not

They  could                      They could  not

He could                            He could  not

She could                          She could not

It could                               It could not

  • Should

Positive                               Negative

I should                             I should not

We should                        we should not

You should                        you should not

They should                      they should not

He should                          He should not

She should                        She should not

It should                             It should not

  • Must

Positive                           Negative

 I must                              I must not

We must                           we must not

You must                          you must not

They must                        they must not

He must                            He must not

She must                          She must not

It must                               It must not

  • Am/is/are

Positive                         Negative

I am                                  I am not

We are                             we are not

You are                             you are not

They are                           they are not

He is                                   He is not

She is                                She is not

It is                                     It is not

  • Was/were

Positive                    Negative

I was                          I was not

We were                   we was not

You were                  you was not

They were                they was not

He was                     He was not

She was                    She was not

It was                        It was not

  • Have/has

Positive                     Negative

I have                          I have not

We have                    we have not

You have                   you have not

They have                  they have not

He has                         He has not

She has                      She has not

It has                          It has not

  • Had

Positive                    Negative

I had                            I had not

We had                      we had not

You had                     you had not

They had                   they had not

He had                        He had not

She had                     She had not

It had                           It had not

Importance of speech initiators

આપણે અત્યાર સુધીની journey માં એ જ શીખ્યા છીએ કે આપણે fluent English  બોલી શકતા નથી એનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે આપણે બોલવા જઈએ છીએ ત્યારે આપણી જીભ અને speech generating organs આપણો સાથ નથી આપતા. આપણા મગજ માં ઘણું બધુ છે પણ યોગ્ય સમયે આપણી જીભ પર આવી શકતું નથી અને એટલે જ આપણે compromise કરીએ છીએ. આ problem ના solution માટે આપણે એક principle શીખ્યા હતા,  શુ તે તમને યાદ છે?

“Speak aloud and several times: મોટેથી અને ઘણી બધી વખત બોલો.

આ principle નો આપણે અહીં ઉપયોગ કરવાનો છે. હવે આપણે એ તો જાણીએ છીએ કે જ્યાં સુધી આપણે આપણી જીભ ને કસરત નહીં આપીએ ત્યાં સુધી આપણે fluently બોલી શકવાના નથી.અને જીભ ને કસરત આપવા નો એક જ રસ્તો છે.

“મોટે થી અને ઘણી બધી વખત બોલો”

આપણે હમણાં જે initiators લખ્યા તે તમારે મોટેથી અને ઘણી બધી વખત બોલવાના છે. આપણે અહીં એ calculation નથી કરવાનું કે તે આપણે કેટલી વખત બોલવાના છે આપણે ફક્ત એને મોટેથી અને ઘણી બધી વખત બોલવાના છે કે જેથી તમારી જીભ એ વાક્યો ને બોલવા માટેની પૂરતી practice મેળવી શકે.

Practice કઈ રીતે કરશો?

તમે સૌ પ્રથમ‘will’ના initiators થી શરૂ કરો. એક initiator ને મોટે થી ત્રણ વખત બોલો.

Will’ auxiliary ના initiators ને તમે આ રીતે બોલશો.

I will,  I will,  I will (ત્રણ વખત મોટેથી)

I will not,  I will not,  I will not  (ત્રણ વખત મોટેથી)

આ રીતે બોલ્યા પછી ‘I’ ની જગ્યાએ ‘We’ મૂકો.

We will,  We will,  We will (ત્રણ વખત મોટેથી)

We will not,  We will not,  We will not (ત્રણ વખત મોટેથી)

એ જ રીતે We ની જગ્યાએ You,They,He,She,It મૂકીને practice કરશો.

‘Will’ auxiliary સાથે practice પૂરી થાય એટ્લે વારા ફરથી  ‘Will’ ની જગ્યાએ ‘Would’, ‘might’, ‘can’, ‘could’, ‘should’ અને ‘must’ મુકીને  practice કરવી.

એજ રીતે “ am/is/are”  “was/were” “have/has” અને  “had”સાથે પણ practice કરવી.

Bear in mind કે આપણે fluency માટે ઘણું struggle કરી રહ્યા છીએ. એમ છતા English માં fluency achieve  કરવી એ મોટા ભાગના લોકો માટે સ્વપ્ન સમાન બની રહે છે.પણ આપણે ક્યારેય આ તથ્ય જાણી શકતા નથી કે English માં fluently ન બોલી શક્વાનુ કારણ આપણી જીભ ના ન કેળવાયેલા muscles છે જેના કારણે આપણે struggle કરીએ છીએ.

આપણો મોટા ભાગનો time લખવા માં અને ગોખવા માં પસાર થાય છે. અને અલગ- અલગ પ્રકારના કાળ ના formula ગોખીને આપણે એક illusion(ભ્રમ ) માં રહીએ છીએ કે આપણે English જાણીએ છીએ પણ જ્યારે English fluently બોલવાનું થાય છે ત્યારે આપણે struggle કરીએ છીએ.બરાબર બોલી શકતા નથી,ખચકાટ અનુભવીએ છીએ,બોલતી વખતે આજુ બાજુ ઉપર નીચે નજર કરીએ છીએ જે આત્મવિશ્વાસ નો અભાવ બતાવે છે.તેથી જ અહીં હુ તમને ખુબ જ આગ્રહ કરીને કહુ છુ કે આ initiators ને લખવા, ગોખવા કે યાદ રાખવાનો પ્રયત્ન નહીં કરતાં તેને ફક્ત મોટે થી બોલવા પર જ ધ્યાન કેન્દ્રિત કરો. તમારા મગજ,જીભ અને કુદરતે આપેલી speech generating system પર વિશ્વાસ રાખો બાકી નું કામ એ કરી લેશે.

હવે આપણે  આ article ની શરૂઆત માં આપેલા વાક્યો ને ફરી જોઈએ.Auxiliary પછી જે શબ્દ મોટા ભાગે use થાય છે તે verbs છે જેને આપણે ગુજરાતી માં ક્રિયાપદ કહીએ છીએ જેની આપણે હવે પછી ના chapter માં ચર્ચા કરવાના છીએ.

  • oxygenforenglish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *