Chapter 3 : English શીખવા માંગતા students ની અત્યારની પરિસ્થિતી કેવી છે ?

તમે Chapter 1 અને 2 માં વાંચ્યું કે જે પણ લોકો English શીખવા ની ઇચ્છા ધરાવે છે તે already English માં basic education તો ધરાવે છે જ. અલગ-અલગ field ના લોકો કે જે  English શીખવા માંગે છે તેઓ કદાચ Teachers, Executives, Students, Sales કે Business persons, Insurance  agents, Doctors વગેરે હોઇ  શકે છે.

તમે જોઈ શકો છો કે જે પણ લોકો ને English શીખવું હોય છે એ already basic education તો ધરાવે છે જ. એટ્લે કે તેઓ ધોરણ 12 સુધી તો ભણેલા હોય છે જ. એવા થોડાક જ લોકો હોઇ શકે છે જે ખુબજ ઓછી શેક્ષણિક લાયકાત ધરાવતાહોવા છતા English શિખવા માંગતા હશે પણ આ અપવાદ બહુ ઓછા હોય છે. હું માનું  છુ કે English શિખનાર કોઈ પણ વ્યક્તિ at least 12 ધોરણ ભણેલો હોય જ છે.

શુ તમે ક્યારે એ વિચાર્યું છે કે જે વ્યક્તિ ફક્ત 12 ધોરણ સુધી ભણેલો હોય એ English સાથે 8 વર્ષથી  touch માં હોય છે? કોઈ પણ બાળક English શીખવાની શરૂઆત 5 માં ધોરણ થી કરે છે. છેલ્લા  કેટલાક સમયથી અમુક schools માં પહેલા ધોરણથી જ English નું શિક્ષણ અપાય છે.પણ સામાન્ય રીતે  students પાંચમા ધોરણથી English શિખવાનુ શરુ કરે છે. જો આ રીતે જોઈએ તો કોઈ વ્યક્તિ ફક્ત 12 ધોરણ સુધી ભણેલો હોય તો એ વ્યક્તિ English ભાષા શિખવામા 8 વર્ષ ગાળે છે. શું આટલો સમય એક ભાષા શીખવા માટે પુરતો નથી ? શું આપણે schools માં English ને  enough સમય નથી આપી રહ્યા?

મારા ખ્યાલ પ્રમાણે 8 વર્ષ એ એક ભાષા શિખવા માટે તો જરૂર કરતાં વધારે સમય છે કારણકે ભારત માં doctor બનવા માટે પણ ફક્ત 5 જ વર્ષ ભણવું પડે  છે. તદુપરાંત, જે વિષયો medical colleges માં શિખવાડવામાં આવે છે એ વિષયો students પહેલા ક્યારેય શીખ્યા નથી હોતા.  તો જો, કોઈ student  5 વર્ષ માં doctor બની શકતો હોય, ચાર વર્ષ માં engineer  અને ત્રણ વર્ષ માં ગ્રેજયુએટ થઈ શકતો હોય તો 8 વર્ષ ના સ્કૂલ ના English ના શિક્ષણ પછી તે at least English મા fluent તો  હોવો  જ જોઈએ.

શુ તમને નથી લાગતું કે કયાઁક કોઈ ખોટી ટેક્નિક અપનાવાઇ રહી છે? નહિતર, 8 વર્ષ નો ગાળો કોઈ ભાષા શીખવા માટે તો પુરતો સમય છે. હવે, જો તમે મારી સાથે સહમત છો કે 8 વર્ષ એ English કે કોઈ પણ ભાષા શીખવા માટે પૂરતો સમય છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો આપણે આટલો બધો સમય English શિખવા પાછળ આપતા હોઈએ તો આપણે English માં fluent હોવા જોઈએ. અને આપણું English ભાષા પર જબરદસ્ત પ્રભુત્વ હોવું જોઈએ.

પણ,શું ખરેખર આપણું પ્રભુત્વ છે ?  શું આપણે English માં fluent છીએ ?

શું 12 ધોરણ પાસ દરેક student fluent છે?

શું 12 ધોરણ પાસ કોઇ પણ student 5-10  મિનિટ નું presentation English માં આપવા સક્ષમ છે?

શું 12 ધોરણ પાસ કોઇ પણ student કોઈ standard English સમાચાર પત્ર કે સામયિક વાંચીને સમજી શકવા સમર્થ છે?

શું તેઓ English માં letters કે applications કોઈ પણ ભૂલ કર્યા વગર લખવા સમર્થ છે?

હું અહીં કોઈ પણ જવાબ નથી લખી રહ્યો કારણકે હું જાણું છુ કે તમને જવાબ ખબર છે.આપણે અહીં 12 મુ ધોરણ પાસ વિદ્યાર્થી પાસેથી થોડીક વધારે અપેક્ષા કરી રહ્યા છીએ કારણકે in reality  Graduate અને post graduate students પણ English માં struggle કરતાં હોય છે. આપણે આ હકીકત સ્વીકારવી પડશે કે આટલો બધો સમય English ને આપ્યા પછી પણ આપણે સારું English નથી શીખી રહ્યા. આટલા બધા spoken English classes અને books  આ વાત ની પૂર્તિ  કરે છે.આપણે જો English ને જે રીતે શીખવું જોઈએ એ રીતે schools મા જ શીખી શકીએ તો કદાચ આ બધા Spoken English ના classes ની જરૂર જ ના રહે.

હવે જો આપણે 8 વર્ષ જેટલો લાંબો સમય આપ્યા પછી પણ જો English માં struggle કરીએ છીએ તો પછી 2 થી 3 મહિનાના spoken English ના courses થી fluent થઈ શકાય છે એમ કઈ રીતે માની શકાય ? તેમછતાં મોટા ભાગના classes અને books આવા દાવા કરતાં હોય છે.

Believe me, અહીં કોઈ પણ School, college, class કે book ને blame કરવાનો પ્રયાસ નથી. અહીં ફક્ત એ પરિસ્થિતી બતાવવા માં આવી છે કે જે મોટાભાગના English aspirants સહન કરી રહ્યા છે. મે ઘણી બધી અલગ-અલગ range ના students ને English શીખવાડયું છે જેમાં school જતાં નાના બાળક થી લઈને 60 વર્ષના mature લોકો છે. વિદ્યાર્થીઓ અને professionals છે,ગૃહિણીઓ  ને doctors છે, teachers અને clerks છે. દરેક પ્રકારના educational background ધરાવતા English aspirants ને English શિખવાડવાનો  chance મને મળ્યો છે. આ બધા લોકો ને English શીખવાડવા અને તેમની જોડે ચર્ચા કરવા દરમિયાન આ બધી મુશ્કેલીઓ મારી જાણમાં આવી છે જે આ બધા જ લોકો face કરી રહ્યા છે.

આ book માં મે આ બધી problems ના solution આપવાનો પ્રયાસ કર્યો છે.તેમજ, ભાષા કઈ રીતે  શીખી શકાય અને કઇ રીતે શિખવાડવી જોઈએ એની basic સમજ આપવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છુ કે જે સિદ્ધાંત અને fundamentals મે અહીં શીખવાડ્યા છે તે તમારા English માં struggle અને hesitation(ખચકાટ)  ને દૂર કરવા તેમજ તમારા English બોલવાની quality ને improve કરવામાં મહત્વ નો ભાગ ભજવશે.

Yes friends, આ book માં તમને એ knowledge અને fluency અપાવવાની  ક્ષમતા છે કે જેની તમે હમેશા કલ્પના કરી હશે.

So, just stick on, and read on

  • oxygenforenglish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *