Chapter 1 : પ્રસ્તાવના
English શીખવાની શરૂઆત કરતાં પહેલા હું તમારી સાથે એક story share કરવા માંગુ છુ. થોડાક સમય પહેલા મે એક movie જોયું હતું જેનું નામ હતું “ocean’s eleven”. આમ તો આ movie ના બધા જ પાત્ર ગમે એવા જ હતા પણ એ બધા પાત્રો મા જે પાત્ર માં મને સૌથી વધુ રસ પડ્યો હતો તે પાત્ર વિલન નું હતું. Movie નું એ પાત્ર એક અલગ જ પ્રકારનું ટેલેન્ટ ધરાવતું હતું. અલગ -અલગ ભાષાઓ પર પ્રભુત્વ, અલગ-અલગ ભાષાઓ ખૂબ જ સારી રીતે બોલી શકવાનું ટેલેન્ટ. તે પાત્ર અલગ-અલગ દેશો ના લોકો સાથે તેમની જ ભાષા માં અસરકારક રીતે વાત કરી શકતું હતું. તે વ્યક્તિ અત્યારના સમય માં ખૂબ જ પ્રચલીત એવી મોટાભાગ ની ભાષાઓ જેમકે, English(અંગ્રેજી), French (ફ્રેન્ચ), Arabic(અરેબિક), Spanish(સ્પેનિશ) અને બીજી ઘણી બધી ભાષાઓ માં વાત કરી શકતો હતો. વધુમાં, જે natural tone માં તે આ બધી ભાષાઓ માં વાત કરી શકતો હતો તે ખરેખર અદભુત હતું.
આ movie માં વિલન ને એક સફળ કરોડપતિ businessman બતાવવા માં આવ્યો હતો અને એક ખ્યાલ પ્રમાણે એની સફળતાના ઘણા બધા કારણો માંનું એક કારણ તેનું ભાષા પરનો “Outstanding command” (અદભુત command ) બતાવવામાં આવ્યો હતો.વાચકો ને નવાઈ પમાડે એવી શરૂઆત છે. તમે કદાચ એવું વિચારતા હશો કે spoken English ની book ની શરૂઆત કોઈ English movie ના વિલન ના પાત્ર થી કેમ? પ્રથમ વખત જોવાથી આ શરૂઆત કદાચ વિચિત્ર લાગી શકે છે. પરંતુ movie ના વિલન નું આ પાત્ર આપણને ભાષા નું મહત્વ સમજાવે છે કે ફક્ત ભાષા પરના પ્રભુત્વ ના કારણે પણ કોઈ વ્યક્તિ સફળ થઈ શકે છે.
આ story થી અલગ જ એવો એક બીજો પણ કિસ્સો છે કે જે મે એક English magazine “Readers digest” માં વાંચ્યો હતો. Readers digest ખુબજ પ્રચલીત, વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતું અને ભરપૂર વંચાતું English magazine છે. આ magazine વાંચતાં – વાંચતાં આ કિસ્સો મારા ધ્યાન માં આવ્યો કે જેમાં article ના લેખકે તેમના England માં રહેવાનો એક વિચિત્ર પણ રસપ્રદ કિસ્સો બતાવ્યો હતો. લેખક જે કંપની માં નોકરી કરતા હતા તે કંપનીમાં એમના સિવાય પણ બીજા લોકો હતા જે ભારત થી હતા. કોઈ પંજાબ થી હતું ,કોઈ ગુજરાત થી હતું, કોઈ બંગાળ, કોઈ કેરળ તો કોઈ જમ્મુ-કશ્મીર માં થી હતું. ભારત ના દરેક રાજ્ય માં થી લોકો ત્યાં હતા. લેખક પોતે બેંગલોર થી હતા.
તે બધાજ લોકો એક જ દેશના હોવા છતા,આપણા દેશની કોઈ પ્રાદેશિક ભાષા માં વાત કરવાને બદલે English માં વાત કરતાં હતા, even તે HINDI માં પણ વાત કરતાં ન હતા. લેખકને જ્યારે ત્યાના કોઈ સહકર્મી એ પુછયું કે એક જ દેશના હોવા છતા તમે ભારત ની કોઈ પ્રાદેશિક ભાષા કે રાષ્ટ્રભાષા માં વાત કરવાના બદલે English માં કેમ વાત કરો છો?
“English જ એક એવી ભાષા છે જે અમે બધા એકસરખી રીતે બોલી અને સમજી શકીએ છીએ.” લેખકે જવાબ આપ્યો.
ઉપરના બંને કિસ્સા માં તમને કશું સામ્ય દેખાય છે? પ્રથમ તો કોઈ કિસ્સો પણ નથી. એ તો ફક્ત એક movie નું પાત્ર છે. અહીં મે આ બંને કિસ્સાઓ માં સામ્ય શોધવાનો પ્રયત્ન કર્યો છે. તમે જો આ બંને કિસ્સાઓની ધ્યાનથી ચકાસણી કરશો તો તમને એક સામ્ય જોવા મળશે. આ બંને કિસ્સા આપણને ભાષા નું મહત્વ સમજાવે છે. પ્રથમ કિસ્સા માં movie ના વિલન નું પાત્ર આપણને બતાવે છે કે ફક્ત ભાષા પર ના પ્રભુત્વ ના કારણે તમે બીજા લોકો સાથે સારી રીતે વાત કરી શકો છો, તેમને સમજી શકો છો,એમની પાસેથી શીખી સકો છો, એમના પર પ્રભાવ પાડી શકો છો., એમને તમારી વાત કે business માટે convince કરી શકો છો.
લોકો પોતાની ભાષા બોલવામાં સાથી વધારે સરળતા અનુભવતા હોય છે તેમજ પોતાની ભાષા માં જ વાત કરવાનો આગ્રહ રાખતા હોય છે. જો તમે એમની જ ભાષા માં એમની જોડે વાત કરી શકો છો તો તમે ઝડપથી એમના વાતાવરણ માં ભળી શકો છો. તેથીજ અલગ-અલગ ભાષાઓ શીખવી એ સમજણ ભર્યું કાર્ય છે.
દાખલા તરીકે આપણે ગુજરાત માં રહીએ છીએ અને ‘ગુજરાતી’ ભાષા જાણીએ છીએ. આપણી રાષ્ટ્રભાષા ‘HINDI’ છે તેથી આપણે ‘HINDI’ પણ જાણીએ છીએ.પરંતુ જો તમે દક્ષિણ-ભારત ના રાજ્યો કે પછી ઉત્તર-પૂર્વ ભારત ના રાજ્યો માં જાઓ છો તો ત્યાં લોકો ‘HINDI’ પણ પૂરતું સમજતા નથી. જો તમારે એમની સાથે વાત કરવી હોય તો તમારે એમની માતૃભાષા માં જ વાત કરવી પડે. દક્ષિણ ભારત માં English આવડવાથી તમે વાતચીત કરી શકો છો. તેથી જ આપણી પાસે અલગ-અલગ ભાષાઓ નું જ્ઞાન હોવું જરૂરી છે. થોડાક નવા સંશોધનો એવું પણ બતાવે છે કે કોઈ નવી ભાષા શીખવાથી આપણું ચેતાતંત્ર વધુ કાર્યશીલ થઈ શકે છે જેથી મોટી ઉમરે થતાં મગજ ના રોગ જેવાકે “Alzheimer dementia” થી બચી શકાય છે, યાદ શક્તિ વધારી શકાય છે. Even આપણે આપણી માતૃભાષા પણ વધુ સારી રીતે Improve કરી શકીએ છીએ. આ રીતે જોવા જઈએ તો આપણી માતૃભાષા સીવાયની ની કોઈ ભાષા શીખવી અનેક રીતે મદદરૂપ થઈ શકે છે.
બીજો કિસ્સો આપણને English ના મહત્વ ને સમજાવે છે.અત્યાર ના સમય માં English ની સમજણ અને જ્ઞાન વગર સફળતા મેળવવી લગભગ અશક્ય છે. English આપણી સંસ્કૃતિ ના મૂળ સુધી પહોંચી ચૂક્યું છે. તેમજ શિક્ષણ ના બધાજ ક્ષેત્રો માં તેની ખૂબ જ પ્રભાવક અસરો જોવા મળે છે. વધુમાં, ઘણા એવા દેશ છે કે જ્યાં જવા માટે English એક માંધ્યમ છે. English આવડતું હોય તો એ દેશોના visa સરળતાથી મળી શકે છે.
આપણે અહીં જે લેખ ની ચર્ચા કરી એ લેખક પણ આપણને English ના મહત્વ ને સમજાવે છે કે કઈ રીતે English ભાષા જાણતા હોવાના કારણે તે બધા એકબીજા સાથે communicate કરી શક્યા. જો તે વખતે એમની પાસે English ભાષા ની જાણકારી ન હોત તો તેમના માટે વાતચીત કરવી ખૂબ જ મુશ્કેલી ભર્યું કાર્ય થઈ જતું.
આ બે કિસ્સાઓ થી આપણે એ તારણ પર આવી શકીએ કે માતૃભાષા ના જ્ઞાન થી કોઈ માણસ પોતાના વિસ્તાર ના લોકો સાથે તો વાત કરી શકે છે.પરંતુ જે રીતે technology વધવાને કારણે દીવસે-દીવસે વિશ્વ નાનું થતું જઇ રહ્યું છે તે જોતાં આપણે માતૃભાષા સીવાય ની ભાષા શીખવી પણ અનિવાર્ય થઈ રહે છે.
આપણે આપણી રાષ્ટ્રભાષા HINDI અને કોઈ એક International (વૈશ્વિક) ભાષા શીખવાથી શરૂઆત કરી શકીએ છીએ. અને જ્યારે આપણે વૈશ્વિક ભાષા ની વાત કરીએ ત્યારે આપણા મગજ માં સૌ પ્રથમ જે ભાષા આવે તે English છે. English શીખવાથી આપણે વૈશ્વિક સ્તરે જોડાઈ શકીએ છીએ. જો English ભાષા ની જ વાત કરવામાં આવે તો આપણે એના મહત્વ ને ખૂબ સારી રીતે સમજીએ છીએ. તેથી જ આપણે એના વિષે અહીં વિસ્તૃત ચર્ચા તો નહીં કરીએ પરંતુ English આપણી સંસ્કૃતિ નો જ એક ભાગ બની ચૂકી છે એમાં શંકા ને સ્થાન નથી. English ભાષા આપણા રોજબરોજ ના કામ અને વાતચીત માં ખૂબ મહત્વ ધરાવે છે તેમ આપણે સ્વીકારીએ છીએ. એટ્લે જ તો,
- આપણે ‘પરિચારિકા’ ને ‘nurse’ કહીએ છીએ, ‘ચાલક’ ને ‘driver’ ‘આગગાડી’ ને ‘train’ કહીએ છીએ અને એવા બીજા ઘણા English શબ્દો છે કે જેને આપણે normally બોલીએ છીએ અને જેના ગુજરાતી ઉચ્ચાર આપણને વિચિત્ર લાગી શકે છે.
- Table, Pen, Mall, Mobile, Computer, Doctor, Conductor અને બીજા એવા ઘણા શબ્દો છે જેના ગુજરાતી નામ આપણે બોલતા નથી અથવા તો અજાણ છીએ.
- ધોરણ 12 પછી એવા જૂજ courses છે કે જ્યાં વ્યવહાર માટેનું માધ્યમ English ન હોય.
- ઇન્ટરનેટ પર થી માહિતી મેળવવા માટે English ભાષા સૌથી સરળ અને ઉપયોગી છે.
- Medical, Engineering, MBA, IIT, IAS, CA અને બીજા ઘણા advanced courses છે કે જેનું જ્ઞાનવર્ધક અને વિશ્વાસપાત્ર material ફક્ત English માં જ મળે છે.
- જે લોકો ને English આવડે છે એ એક પ્રકારનું સ્ટેટસ અનુભવે છે.
Career હોય કે hobby, Schools –colleges માં સારા માર્કસ લાવવા હોય કે પછી job માં બઢતી મેળવવી હોય English ભાષા ના મહત્વ ને અત્યારે નકારી શકાય એમ નથી. એક વાક્ય માં કહીએ તો English એ communication અને success નો પર્યાય બની ચૂકી છે. લોકો English ભાષા ના મહત્વ ને સમજે છે અને તેને અવગણવાનું તેમને પોષાય તેમ નથી. એટ્લે જ તો English શીખવા માટે લોકો ખુબજ મહેનત કરે છે. Schools-colleges માં શીખ્યા પછી પણ લોકો classes માં જાય છે. ઘણી બધી books વાંચે છે. બીજા લોકો ને પણ પૂછે છે.
એટલા માટે જ આ બુક હું English શિખવા ઇચ્છ્તા એ બધાજ લોકો ને સમર્પિત કરવા માંગુ છુ જે English શીખવા માટે તત્પર છે, English ન આવડવાના કારણે life મા પાછળ રહે છે એવું feel કરે છે અને આ ભાષા શીખવા માટે sincere મહેનત કરવા માટે તૈયાર છે.